WINGS - Working to Inspire and Nurture Girls for Success
" यत्र नार्यस्तु पूजयन्ते रमन्ते तत्र देवताः " અર્થાત્ નારીનું જ્યાં ગૌરવ જળવાય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિમાં નારીનો મહિમા અનન્ય રીતે વર્ણવામાં આવ્યોછે. આશ્ર્લોક તેની સાક્ષી પૂરે છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે.આધુનિક ભારતીય નારીઓએ સમાજની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ અસ્મિતાની જ્યોત પ્રગટાવી, પુરુષ સમોવડી બની છે.જે આપડે સ્વીકારવું જ રહ્યું. મહિલા સશક્તિકરણની સાથે બાળ, કુટુંબ અને સમાજ પણ આપોઆપ સશક્ત બનવાના જ છે. મહિલા સશક્તિકરણની દિશામાં મક્કમ ગતિએ આગળ વધતા રાજ્ય સરકારે મહિલાલક્ષી ઘણી જોગવાઇઓ કરેલી છે. મહિલાઓને સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલી કાર્યકમો, નીતિઓ, પ્રવૃતિઓ તેમજ તેના લાભથી જાણકાર બને તેના માધ્યમથી વધુને વધુ મહિલાઓનો સર્વાંગી વિકાસ થાયઅને બદલાતા જતા વૈશ્વિક પ્રવાહો સાથે તાલમેલ સાધી વિશ્વાસ અને આત્મ ગૌરવથી સભર થઇ રાજ્યની વિકાસ યાત્રામાં સામેલ થાય તે માટે મહિલાઓના સશક્તિકરણ માટે અમલી સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યકમોનો લાભ મેળવી સ્વાવલંબી અને સશક્તિકરણની દિશામાં સફળ બને તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે જાગૃતતા લાવવા સંસ્થા દ્વારા શરુ કરેલ WINGS દ્વારા સામાજિક ઝુંબેશની જે મશાલ પેટાવી છે તેને વેગવાન બનાવવાનો એક પ્રયાસ છે.મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તેઓ આત્મનિર્ભર બને તેમજ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે સરકારશ્રીની યોજનાઓનો બહોળા પ્રમાણમાં પ્રચાર-પસાર થાય તે માટેઅમારી સંસ્થા કટિબદ્ધ છે. નારી શક્તિના ગૌરવ સન્માનથી આવતી કાલનું ગુજરાત આગવું ગુજરાત બનશે તેવા દ્રઢ નિશ્ચયથીઅમારીસંસ્થા સતત પ્રયન્તશીલ છે.
૨. ગૃહ ઉદ્યોગ, કુટીર, હસ્તકલાઉદ્યોગ, શિવણ, ભરત-ગૂંથણ વગેરેમાંનિપુણતા ધરાવતી યુવતીઓ મહિલાઓને રોજગારી/સ્વરોજગારી આપી તેમના કૌશલ્ય વિકાસ અને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન સહવેચાણની વ્યવસ્થા પૂરી પાડવી તેમને આર્થીક રીતે સ્વાવલંબી, પગભર બનાવી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટેના અવસર પુરા પાડવા.
૩. મહિલાઓને સ્વનિર્ભર બનાવવા સ્વ સહાય જૂથો બનાવવા અને નગરપાલિકા/મહાનગરપાલિકાઅનેજીલ્લા ગ્રામ વિકાસ એજન્સી/તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં અધિકૃત સંસ્થા તરીકે નોધણી કરવી.નાબાર્ડ બેંકઅને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી મળતા લાભો અપાવવા માટેની પ્રવૃતિઓ કરવી.
૪. મહિલાઓને સામાજિક, શૈક્ષણિક તેમજ કાનૂની સમસ્યાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવું. તેમના પર થતા અત્યાચાર રોકવા માટે રાજ્ય કક્ષાની મહિલા સુરક્ષા સમિતિ સાથે સંકલન પૂરું પાડવાની પ્રવુંતિઓ કરવી.
૫. મહિલાઓના વિકાસ અને મહિલા સશક્તિકરણ/મહિલા આર્થિક સશક્તિકરણની પ્રવુતિઓ સાથે સંકળાયેલ/ક્ષેત્રે કાર્યરત સંસ્થા કે મહિલા કાર્યકરને સન્માનિત કરવા. ઉપરાંત જીલ્લા કે રાજ્ય કક્ષાના મહિલા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવા તેમને પ્રોત્સાહિત કરવાની પ્રવુંતિઓ કરવી.
૬. રાજ્યની કિશોરીઓ, મહિલાઓને જૂડો, કરાટેની તાલીમ દ્વારા પુરતી સ્વ-રક્ષણની તાલીમ આપી તેઓ ઉપર બનતા અજુગતા હુમલાઓ કે અસામાજિક તત્વો દ્વારા તેમની સાથે થતા અનિચ્છનીય વ્યવહારોના પ્રસંગોએ તેઓ દ્વારા હિમત પૂર્વક પોતાનું સ્વ-રક્ષણ કરી શકે અને આવા તત્વોનો સામનો કરી શકવા સક્ષમ બનાવવી.
૭. મહિલાઓમાં થતી આત્મહત્યાના કિસ્સાઓને અટકાવવા તજજ્ઞ વ્યક્તિઓ દ્વારા પ્રેરણાદાયી કાઉન્સેલિંગ કરી તેઓને નિરાશાઓમાંથી બહાર લાવી ૨૪ કલાક ૩૬૫ દિવસ જીંદગી બચાવવાની પવિત્ર, સેવાકીય કામગીરી કરવી.
૮. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીઓને સરકારી / પ્રાઇવેટ ભરતી અંગેની માહિતી / માર્ગદર્શન/ સાહિત્ય તેમજ કોચિંગ ક્લાસ અને રીડીંગ લાયબ્રેરીની વ્યવસ્થા પૂરી પાડવી.